ન્યૂયોર્ક ઇવેન્ટમાં 13,000થી વધુ ઇન્ડિયન-અમેરિકનોની હાજરી

આ કાર્યક્રમમાં 13,000થી વધુ ઇન્ડિયન-અમેરિકનોએ હાજરી આપી હતી. તેમાંના મોટાભાગના ન્યૂયોર્ક અને ન્યુ જર્સી વિસ્તારના હતાં, ઘણા ભારતીય-અમેરિકનો 40 રાજ્યોમાંથી આવ્યા હતાં, પરિવહન માટે 60 ચાર્ટર બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન આગમન પહેલા મનોરંજક સાંસ્કૃતિક પર્ફોમન્સ આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા હતી. ધ ઇકોઝ ઓફ ઇન્ડિયા – અ જર્ની થ્રુ આર્ટ એન્ડ ટ્રેડિશનમાં 382 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું.

તેમાંના અગ્રણીઓમાં ગ્રેમી એવોર્ડ નોમિની ચંદ્રિકા ટંડન, STAR વોઈસ ઓફ ઈન્ડિયાની વિજેતા અને સુપરસ્ટાર ઐશ્વર્યા મજમુદાર, ઈન્સ્ટાગ્રામના ડાન્સિંગ ડેડ રિકી પોન્ડ અને સિંગિંગ સેન્સેશન રેક્સ ડીસોઉઝાએ ભારતની સંસ્કૃતિની વિવિધતાની ઝાંખી કરાવી હતી. કોલિઝિયમમાં પ્રવેશતા જ 117 કલાકારો દ્વારા અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *